________________
શ્રી નેમિ સૌરભ
ધર્મકાર્ય કરવાનું શુરાતન ચઢી જતું. તેમ આ વખતે શ્રી વાડીલાલ જેઠાભાઈને પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધાચળજી મહાતીર્થને છરી પાળતે સંઘ કાઢવાનું શુરાતન ચઢયું. પૂજ્યશ્રીએ તેમના શૂરાતનને થાબડયું.
શ્રી વાડીલાલ જેઠાલાલભાઈએ આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રીને વિનંતી કરતાં કહ્યું : “ આપશ્રીની પાવન નિશ્રામાં છરી પાળા સંઘ કાઢવાની ભાવના છે, આપ સાથે પધારવા કૃપા કરે અને સારું મૂહુર્ત કાઢી આપે.”
ભકતની વિનંતી ધ્યાનમાં લઈને સારું મૂહુર્ત કાઢી આપ્યું અને તેમની શુભ નિશ્રામાં ધામધુમથી અમદાવાદ થી સંઘ નીકળે, તે સંઘમાં પિતાના કેટલાક શિષ્ય સાથે પૂજ્યશ્રી અને પંન્યાસ શ્રી આનંદસાગરજી ગણિ, મ. તથા પૂ. મુનિ શ્રી મણિવિજયજી મ. પિતાના શિષ્ય સાથે પધાર્યા.
છ'રી પાળતે શ્રી સંઘ ચતુર્વિધ સંઘ સરખેજ, સાણંદ વિગેરે રસ્તામાં આવતા ગામમાં દેવદર્શન વંદન કરતાં. ઉત્સાહપૂર્વક સંવ ગામમાં સાતે ક્ષેત્રમાં પૂર્યની લક્ષ્મીને વાપરતા અને દરેક ગામમાં ઢેરોને ચારે નંખા વતા ગરીબોને અન્ન અને વસ્ત્રો આપતાં આપતાં ઠેરઠેર મુકામે કરતાં કરતાં અનુક્રમે શ્રીસંઘ પાલિતાણું પહોંચે.
-
૨૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org