________________
શ્રી નેમિ સૌરભ
વળામાં મુનિશ્રી આનંદસાગરજી મ. પેાતાના ગુરૂભાઈ મુનિશ્રી પ્રેમવિજયજી મ. તથા પોતાના શિષ્ય મુનિશ્રી સુમતિવિજયજી મ. એ ત્રણે મુનિભગવંતે ને પાંચમાંગશ્રી ભગવતીજી સૂત્રના યાગમાં પ્રવેશ કરાવ્ચે,
ધોલેરા શ્રી સ ંઘની વિન ંતીથી પૂજયશ્રી સહપરિવાર વળાથી વિહાર કરીને ધોલેરા પધાર્યા. શ્રીસ ઘે પૂજ્યશ્રીનુ ભવ્ય સ્વાગત કર્યું. ધોલેરા શ્રીસંઘ ઉપર પૂજ્ય ગુરૂદેવ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબને પરમ ઉપકાર હતા.
અહીંના દેરાસર ઉપર નૂતન ધ્વજદંડનું આરોપન કરવાનું હાવાથી તે નિમિત્તે શ્રી સ`ઘે આપણા ચરિત્રનાયકશ્રીની પાવનનિશ્રામાં મહાત્સવ ઉજવવાનું નકકી કર્યું. વજદંડના ચડાવા લેનાર પુરૂષોત્તમભાઈને આજ સુધી કોઈ સંતાન ન હતું. આ ધ્વજદંડ ચઢાવ્યા પછી તેમને એ સતાન થયા, તેથી તેમને ધમ ઉપર અનન્ય શ્રદ્ધા થઇ. ઉત્તરાત્તર ધર્મકાર્યમાં વધુ ધન વાપરવા લાગ્યા.
ધોલેરામાં પૂજ્યશ્રીના વરદ હસ્તે વળા નિવાસી શ્રી ગિરધરલાલ નામે શ્રાવક્રની દીક્ષા થઈ, તેમનુ નામ મુનિ શ્રી સિદ્ધિવિજયજી રાખી. તેમને પેાતાના શિષ્ય કર્યા. તેઓ જીવનપર્યંત વિનય અને ભકિતમાં તત્પર રહ્યા.
અમદાવાદ શ્રી સંઘના આગેવાને ધોલેરા આવીને આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીને પાંજરાપોળ અમદાવાદ
Jain Education International
૨૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org