________________
શ્રી નેમિ સૌરભ પાત્રતાને કશું જ દુર્લભ નથી. બધું સુલભ છે.
પૂજયશ્રીની ગણના તે કાળના મુનિ સમુદાયમાં પ્રથમ પંકિતના બહુશ્રુત ગીતાર્થ અને ગુણવાન મુનિ પ્રવર તરીકે થતી હતી એટલે આ પદવી એ તેઓશ્રીની પાત્રતાનું યથાર્થ શાસ્ત્રીય બહુમાન હતું.
ભાર વધે તેમ આ વધુ નીચે નમે તેમ આ પદવીઓ વડે વિભૂષિત થયા પછી પૂજ્યશ્રી અધિક વિનપ્રતાપૂર્વક શાસનને સમર્પિત થયા. વ્યક્તિગત અહમને ઓગાળીને શ્રી જિનાજ્ઞા મય જીવનના આદર્શ બન્યા. • પદવીને મહત્સવ ઉજવાયા બાદ વળાના શ્રી સંઘે પૂજય ગુરૂદેવેને જિનાલયની પ્રતિષ્ઠા કરવા માટે ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરી. આ જિનાલય પૂજય ગુરૂદેવ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના ઉપદેશથી નિર્માણ કરવામાં આવ્યું હતું. તેથી પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મ. તથા આપણું ચરિત્રનાયકશ્રી નૂતન પં. શ્રી ને નેમવિજયજી મ. આદિ મુનિ ભગવંતોના હસ્તે એજ વર્ષમાં દેરાસરની બહુ ધામધુમથી પ્રતિષ્ઠા થઈ. એ વખતે પરોપકારી પૂ. ગુરૂદેવ મુનિ શ્રી વૃદ્ધિચન્દ્રજી મ. ની ભવ્ય મૂર્તિની પણ ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યાર પછી પૂજ્ય પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજશ્રીએ ભાવનગર તરફ વિહાર કર્યો.'
આપણા ચરિત્રનાયક પૂજ્ય પંન્યાસશ્રી મહારાજે
૨૨૧
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org