________________
શ્રી નેમિ સૌરભ
તે ગોરધનદાસભાઈને પૂજ્યશ્રીએ બોલાવ્યા. તેમની પાસેથી બધી વાત જાણ પછી તેમને યુક્તિસર મૂર્તિપૂજાની મહત્તા અને આવશ્યકતા શાસ્ત્રાધારે સમજાવી. તેથી તેઓ અને બીજા કેટલાય સરળ પરિણમી ગૃહસ્થ પ્રતિબોધ પામ્યા. પિતાના કદાગ્રહને ત્યજી મૂર્તિ પૂજામાં શ્રદ્ધાવાળા થયા. ઘેડા દિવસોમાં તેઓને ઉપદેશ આપી. સધર્મમાં સ્થિર કર્યા.
આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ કલોલમાં શ્રી નેમિનાથ ભગવાનના દેરાસરના જીર્ણોધ્ધાર માટે શેઠશ્રી જમનાદાસ ભગુભાઈને ઉપદેશ આપ્યો. તેમણે પૂજ્ય શ્રીને સદ્ઉપદેશ ઝીલી લઈ અને પિતાના સ્વર્ગવાસી. ધર્મપત્ની શ્રી સમરથબહેનના સ્મરણાર્થે સારી રકમ આપી જિનમન્દિર નિર્માણનું કાર્ય આરંભ્ય.
ભોયણીતીર્થની યાત્રાએ પધાર્યા. મહા સુદ ૧૦ ને વર્ષ ગાંઠની ઉજવણીમાં હાજરી આપી. તીર્થાધિપતિ શ્રી મહિલનાથની ખુબ ભાવથી ભક્તિ કરી જીવન સાર્થક કર્યું. શ્રી મનસુખભાઈ ભગુભાઈ તરફથી દર સાલની જેમ નવકારશી થઈ. તે વખતે પૂજ્યશ્રીના હૃદયમાં ભક્તિની ઉર્મિ ઉછળતી હતી.
એ વખતે આપણું ચરિત્રનાયકશ્રીએ શ્રીમલિલનાથ. પ્રભુનું એક સુંદર સ્તવન રચ્યું.
૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org