________________
શ્રી નેમિ સૌરભ
શ્રી સંઘને લખી જણાવ્યું કે, “પદવી પ્રદાન પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ, અષ્ટોત્તરી રાત્ર, તેમજ સમવસરણની ભવ્ય રચના વગેરે બધું મારા તરફથી કરવાનું છે.” એટલું જ નહિ, પણ એની વ્યવસ્થા કરવા માટે વળાના નામદાર ઠાકરને અતિ પરિચયવાળા શા. જેશીંગભાઈ ઉજમશીને પહેલેથી વળા મેકલી આપ્યા. તેઓએ ત્યાં.. જઈને બધી તૈયારીઓ કરી.
આ વાતની ભાવનગરના શ્રી સંઘને જાણ થઈ સંઘના આગેવાને એ વિચાર્યું કે, “બધા આદેશ મનસુખ ભાઈ શેઠે લઈ લીધા છે. એક જ નવકારશીને બાકી રહે છે, એ આદેશ આપણે વેલાસર લઈ લઈએ, નહિં તો આપણે રહી જઈશું. એટલે તરત જ તેમણે વળ જઈને વળાના શ્રીસંઘ પાસે પંન્યાસપદવીના દિવસની નવકારશીની માગણી કરી અને આદેશ લઈ લીધો.
કાર્તક વદમાં મહોત્સવને આરંભ થયો. ભાવનગર, તલાજા, મહુવા દાઠા વગેરે અનેક ગામનાં આગેવાને Oા બહુ મોટી સંખ્યામાં શ્રાવકે આવવા લાગ્યા અમદાવાદથી નગરશેઠનું કુટુંબ, શેઠ હઠીસીંગ કેશરી સીંગનું કુટુંબ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ મનસુખ ભાઈ ભગુભાઈ વિગેરે અનેકાનેક સદગૃહસ્થ આવ્યાં. સોના મનમાં આપણે પૂજ્ય ગુરૂદેવને પદવી મળશે તેને હષ અને
- ૨૦૧૭*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org