________________
શ્રી નેમિ સૌરભ
તા
r,
કિરણ બાવીશમું.. ગણિ-પંન્યાસપદ પ્રદાન મહોત્સવ
આજે વળાના નામે ઓળખાતું આ ગામ પ્રાચીન કાળે વલભીપુરના નામે જગપ્રસિદ્ધ હતું. આજે પુનઃ વલભીપુર નામે ઓળખાય છે. તેને પરિવર્તન કરાવવામાં આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીની અમૂલ્ય પ્રેરણા હતી. - પૂજ્યશ્રીના અંગે–અંગમાં છલકાતી પાવનકારી ચારિત્રની પ્રભાથી વલભીપુરના ઠાકોર સાહેબ શ્રી વખતસિંહજી ઉપર ઊંડી અસર થઈ. હતી. તેથી તેઓ પૂજ્યશ્રી પ્રત્યે અંતરિક સદભાવ ધરાવતા થયા. - હવે પૂજ્યશ્રીના “શ્રી ભગવતીસૂત્રના જેગપુર્ણ થવા આવ્યા હતા. તેની અનુજ્ઞા સ્વરૂપ ગણિપદ પંન્યાસપદ પૂજ્યશ્રીને આપવાના હતા. એ નિમિત્તે મહોત્સવ વલભીપુરની શ્રી સંઘની તથા ઠાકોર સાહેબની અત્યંત વિનંતીથી વળામાં જ ઉજવવાનો નિર્ણય થયે.
અમદાવાદથી શેઠ મનસુખભાઇએ વળાનાં
૨૧૬ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org