________________
શ્રી નેમિ સૌરભ શેઠે લાગણીભીના શબ્દોમાં કહ્યું : “ડોકટર ! ધર્મના પ્રભાવથી મારે માણેક સાજો થઈ જશે, છતાં એની સાથે મારી લેણાદેણી ઓછી નીકળે અને એના શરીરને કંઈ થાય તે, તે ફક્ત મને અને મારા કુટુંબને દુઃખકર થશે, પણ પૂજ્ય ગુરૂમહારાજશ્રીના પુણ્યદેહને કંઈ થશે તે તે સમગ્ર ભારતના શ્રીસંઘ અને શાસન માટે દુઃખકર થશે. માટે તમે અબઘડી વરતેજ જાવ.”
શ્રી મનસુખભાઈની ગુરૂભક્તિથી ડોકટર દંગ થઈ ગયા. સવાલ જવાબમાં ઉતર્યા સિવાય તરત જ વરતેજ ગયા. પૂજ્યશ્રી તે કઈ દવાને ઉપચાર કરતા ન હતા. ચરિ' એ જ અમોઘ ઉપાય સમજતા. ડોકટર આવ્યા અને પૂજ્યશ્રીનો પરિશ્રમજન્ય તાવ બીજે જ દિવસે ઉતરી ગયે. આથી પૂજય પંન્યાસજી મ. તથા ડોકટરના ખબર તારથી જાણી શેઠ શ્રી નિશ્ચિત થયા.
જૈન શાસનના પરમ ભક્તિવંત શ્રાવક ભારતના એક કંડપતિ છેટ શાવકની કેવી અનન્ય ગુરૂભક્તિ આપણને જોવા મળે છે ! દેવ, ગુરૂ, અને ધર્મ ઉપર કેવી દઢ શ્રદ્ધા હશે? શાસનના હિતની કેવી અદભૂત લાગણી તેમના દિલમાં હશે, તે આ પ્રસંગ ઉપરથી. સમજી શકાય છે. આવી અસાધારણ, જેને જેટે ન જડે એવી ભવ્ય ગુરૂભકિત, ખરેખર ! આપણા સૌના
*
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org