________________
શ્રી નેમિ સૌરભ તાર કરીને પૂજ્યશ્રીના આરોગ્યના સમાચાર કલાકેકલાકે મોકલવા જણાવ્યું
અનેક તાર કરવા છતાં ગુરૂભકત મનસુખભાઈનું દિલ ઊંચું રહેવા લાગ્યું મન ઠરીને ઠામ ન થયું બેચેની વધવા માંડી.
આ બાજુ પૂજ્યશ્રીને તાવ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી શેઠને સમાચાર પણ શું આપવા ? એ પ્રશ્ન થઈ પડ ! એક દિવસ રાતમાં ૮૦ જેટલા તાર પૂજ્ય શ્રીની તબીયતના સમાચાર પૂછવાના તાર આવ્યા. તાર માસ્તર પણ નવાઈ પામી ગયા કે આ મહારાજ સાહેબ છે કોણ? કે જેમની તબીયત પૂછાવવા આટલા બધા તાર એક શેઠના આવે છે ? એ તે નવાઈ જ પામી ગયે.
એ અરસામાં તેમના એકના એક પુત્ર શ્રી માણેકલાલભાઈ (માકુભાઈ) પણ માંદગીમાં પટકાયા. હતા. ડો. શ્રી જમનાદાસની સતત સારવારથી તેમની તબીયત છેડા દિવસમાં કંઈક સુધારા ઉપર આવી એટલે શેઠે ડેાકટરને કહ્યું: “તમે આજે જ વરતેજ જાવ અને પૂજ્ય ગુરૂ - મહારાજની તબીયત સુધરે ત્યાં સુધી ત્યાં જ કાજે.”
ડોકટરે કહ્યું : “શેઠ સાહેબ! માણેકભાઈની સારવાર છોડીને ત્યાં જવાનું મને ઠીક લાગતું નથી.”
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org