________________
શ્રી નેમિ સૌરભ ઝવેરીશ્રી ટાલાલ લલુભાઈ વિદ્યાશાળા ઉપશ્રયના આગેવાન ટ્રસ્ટી હતા. તેઓને આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીના ઉપર પૂજ્યભાવ હતો. પૂજ્યશ્રીના અનેક ભકતમાંના એક અનન્ય ભક્ત હતા. તેમણે ૧૯૫૮નું ચાતુર્માસ-પરિવર્તન પિતાના ઘેર કરાવ્યું. ત્યાંથી તેઓ પૂજ્ય ગુરૂદેવેને વિદ્યાશાળાના ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં પૂજ્ય પંન્યાસજી ગંભીરવિજયજી અને ચરિત્રનાયક પૂજ્યશ્રીએ મુહપત્તિ હાથમાં રાખીને વ્યાખ્યાન વધ્યું. બાદ પાંજરાપોળ પધાર્યા.
શ્રી જિનવાણીના અંગભૂત શ્રી આગમ-શાસ્ત્રના ગહન રહીને આત્મસાત કરવાની ક્ષમતા ગદ્વહનની આધ્યાત્મિક પ્રક્રિયા સિવાય પ્રગટતી નથી એ હકિકતને લક્ષ્યમાં રાખીને પિતે સમર્થ અભ્યાસી હોવા છતાં પૂજ્યશ્રીએ અનેરા ઉલાસથી ગોઠહન કર્યા. -
આ ચોમાસામાં પાંજરાપોળ પાઠશાળાનું કામ મંદ પડી ગયું. તેના કારણે તપાસીને પૂજ્યશ્રીએ "વિચાર્યું કે ધાર્મિક સાથે વ્યાવહારિક શિક્ષણ અપાય તે જ પાઠશાળા બરાબર ચાલશે. પૂજ્યશ્રીએ શ્રી મનસુખભાઈ શેઠને એ માટે વ્યવસ્થિત પ્રેરણું કરી, તેના ફળ સ્વરૂપે મનસુખભાઈ શેઠ તરફથી ધાર્મિક સાથે વ્યાવહારિક શિક્ષણ આપતી જેન શાળા ખેલવામાં આવી. તેમાં ધાર્મિક શિક્ષક તરીકે જંગમ પાઠશાળામાં ભણુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org