________________
શ્રી નેમિ સૌરભ ચાતુર્માસ- ઉતર્યા પછી પૂજ્ય પં. શ્રી ગંભીર વિજયજી મહારાજના પાવન હસ્તે ભાવનગરવાળા શાહરજીવનદાસ સવચંદ તથા ડાયાલાલભાઈ તથા એક ધોલેરાવાળા ભાઈ એમ ત્રણ મુમુક્ષુઓને દીક્ષા આપવામાં આવી. અનુક્રમે તેમના નામ મુનિશ્રી નવિજયજી રાખીને પૂજ્યશ્રીના શિષ્ય કર્યા. બીજા બે મુનિશ્રી કાન્તિવિજયજી તથા મુનિશ્રી કુમુદવિજયજી નામ રાખી બંને મુનિશ્રી મણિવિજયજી મહારાજના શિષ્ય કર્યા. (આ મુનિશ્રી મણિવિજયજી મહારાજ પૂજ્ય આનંદ સાગરજી મહારાજના સાંસારિક-અવસ્થાના મેટા સગા ભાઈ થતા હતા.)
વિ. સં. ૧૯૫૮નું ચાતુર્માસ પણ અમદાવાદમાં જ થયું. આ વર્ષ દરમ્યાન શ્રી કલ્પસૂત્ર શ્રી મહાનિશિધ સૂત્ર વગેરે આગામેના યોગ આપણું ચરિત્રનાયક પૂજ્ય શ્રીએ વહી લીધા. " અનેકાનેક શાસન શેભાને એક એકથી વિશિષ્ટ કાર્યો થયાઃ ૧૫૮ની સાલમાં પાલિતાણું બિરાજતા પૂજ્ય મુનિશ્રી દાનવિજ્યજી મહારાજ ક્ષયના વ્યાધિથી અષાડ સુદી ૧૩ ના રોજ શ્રી ગિરિરાજ અને નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આથી આપણા ચરિત્રનાયકશ્રીને અપાર ખેદ થયે. પૂજચશ્રીને પિતાના વિદ્યાદાતા ગુરૂને વિયોગ થયે. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org