________________
શ્રી નેમિ સૌરભ એ ભાવિકોની વિનંતીથી વ્યાખ્યાન ચાલુ રાખ્યું, ઓજસ પુર્ણ વ્યાખ્યાન સાંભળીને ભાવવિભોર થતા રહ્યા.
અહીં અષાડ સુદ ૧૦ ને શુભ દિવસે મહુવાના શેઠ શ્રી કમળશીભાઈના સુપુત્ર મુમુક્ષુ શ્રી સુંદરજીભાઈને ૧૬ વર્ષની યુવાન વયે ધામધુમથી દીક્ષા આપી. તેમનું નામ મુનિ શ્રી દશનવિજયજી રાખીને પૂજ્યશ્રીના શિષ્ય કર્યા. બીજા એક વૈષ્ણવભાઈને દીક્ષા આપી. તેમનું નામ મુનિ શ્રી પ્રતાપવિજયજી રાખીને તેમને પણ પિતાના શિષ્ય કર્યા. '
સંવત ૧૯૫૯નું ચોમાસું આપણું ચરિત્રનાયક પૂજયશ્રીએ પૂ. પંન્યાસજી મ. સાથે ભાવનગરમાં કર્યું. આ ચોમાસામાં પૂજ્ય પંન્યાસજી મહારાજે આપણું ચત્રિનાયક પૂજ્યશ્રીને પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના મોટા વેગમાં પ્રવેશ કરાવ્ય.
સરચારિત્રવંત પૂજ્યશ્રી આગવા તત્વષ્ટા હતા. વાતાવરણમાંથી સારા-નરસા બનાવેની હવાને અગાઉથી પકડી શકતા હતા. અહીં પણ તેઓશ્રીને વાતાવરણમાં ગરબડ હોવાની ગંધ આવી ગઈ. સર્ગિક નિરીક્ષણ અને અનુમાન શક્તિથી પ્લેગને (Plage) ઉપદ્રવ થાય . એ સંભવ છે. તેમ લાગ્યું. પૂજ્ય પંન્યાસજી મહારાજને વિનંતિ કરી કે,
૨૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org