________________
શ્રી નેમિ સૌરભ વ્યાખ્યાન પૂરું થયા પછી પૂજ્યશ્રી શેઠને બંગલે પધાર્યા. ધર્મોપદેશ સંભળાવીને ખૂબ આશ્વાસન આપ્યું. ત્યારપછી ઉપાશ્રયે આવીને પચ્ચક્ખાણ પાયું. - શ્રી મનસુખભાઈ શેઠને મનમાં આ પ્રસંગને અને પ્રભાવ પડે. તેમને લાગ્યું કે મહારાજશ્રી કેઈની બેટી શેહમાં તણાઈ જાય તેમ નથી. અને લોકોને ધર્મ પમાડવાની અપૂર્વ ધગશવાળા છે. આથી તેમને પૂજ્યશ્રી ઉપર સવિશેષ ભક્તિભાવ જાગે. અને તે દિન પ્રતિદિન વધતું જ રહ્યો. - આ વખતે અમદાવાદના નગરશેઠ શ્રી મણીભાઈ પ્રેમાભાઈ હતા. તેઓ સાધુઓ પ્રત્યે ભકિત બહુમાન ધરાવતા. તેમણે ઉચ્ચ પ્રકારની પાશ્ચાત્ય કેળવણી લીધેલી હોવાથી, તેમજ શ્રી મણીભાઈ નભુભાઈ દ્વિવેદી વિગેરેના પરિચયને લીધે વેદાન્તના ગ્રન્થનું ઊંડું અવલોકન કર્યું હોવાથી, મનને સંતેષ પમાડે એવું વ્યાખ્યાન તેમને કયાંય દેખાતું નહિ. તેમના મનમાં વ્યાખ્યાન માટે એ પૂર્વગ્રહ બંધાઈ ગયેલે કે-વ્યાખ્યાનમાં તે કથા-વાર્તા જ આવે છે, કોઈ તત્ત્વજ્ઞાન ચર્ચાતું નથી. એવાં વ્યાખ્યાન સાંભળવાથી શું ફાયદો? તેમનીત પ્રધાન બુદ્ધિ આત્મા વગેરે પદાર્થોના અસ્તિત્વ વિષે સંદિગ્ધ હતી.
તેમના પરમમિત્ર શ્રી ધળશાજી તેમને આ વિચારે સારી રીતે જાણતા હતા. તેમની ભાવના એવી કે શ્રી
૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org