________________
શ્રી નેમિ સૌરભ ડીસિંહ કેસરીસિંહનું આખું કુટુંબ, શેઠ સારાભાઈ, શેઠ જેસીગભાઈ વગેરે, તથા શા. ભગુભાઈ વીરચંદ, (હાજા પટેલની પાળવાળા), ઝવેરી છેોટાલાલ ચાંપશી, શ્રી શા. જેશી ગભાઈ માણેકચંદ (હાજા પટેલની પાળવાળા) વગેરે ભાવિક અને વિદ્વાન–આગેવાન ટ્રૅષ્ઠિ શ્રાવકા પૂજ્યશ્રીની વ્યાખ્યાન-સભાના મુખ્ય શ્રોતાઓ હતા.
શેઠ શ્રી મનસુખભાઈ હ ંમેશાં પૂજ્યશ્રીના વ્યાખ્યાન માં આવતા અને અત્યંત ગ ંભીર વિષયાને પણ અત્યંત સરળતાથી શ્રોતાએાના હૃદયમાં જચાવવાની પૂજ્યશ્રીની વ્યાખ્યાન-શક્તિ જોઈને તેમના હય્યામાં પૂજ્યશ્રી તરફ બહુમાન જાગૃત થતુ.
એકવાર તેમની શારીરિક સ્થિતિ કાંઈક નરમ હતી. વ્યાખ્યાનમાં આવી શકાય તેમ ન હતું. પણ માંગલિક સાંભળવાની અભિલાષાથી તેમણે શ્રી ડાહ્યાભાઈ દેવતાને પૂજ્યશ્રીને મેલાવી લાવવા માટે મેકલ્યા.
અપેારે તાપ થઈ જાય, એટલે પૂજ્યશ્રી સવારનાઠંડે પહારે જ પધારી જાય તે સારૂં, એવા આશયથી ડાહ્યાભાઇએ સવારે જ બગલે પધારવા વિનંતિ કરી. પણ વ્યાખ્યાનનો સમય થઈ ગયા હતા એટલે પૂ. મહારાજશ્રીએ કહ્યુ કે અત્યારે વ્યાખ્યાનના સમય થયા છે. માટે વ્યાખ્યાન પૂરૂં થયા પછી હું આવી
:
જઈશ.”
Jain Education International
૧૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org