________________
શ્રી નેમિ સૌરભ આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીને વિનંતિ કરી કે, “સાહેબજી! આપ મહાવિદ્વાન છે. સ્વ–પર દર્શનના ઊંડા અભ્યાસી છે, એટલે આપશ્રીને ડગલે પગલે જરૂર પડે માટે તે તે વિષયના ગ્રંથે મંગાવી રાખવા જોઈએ, તે જ્યાંથી મળતા હોય ત્યાંથી મંગાવી લે. તેના ખર્ચાની વ્યવસ્થા થઈ જશે.
આ સાંભળી પૂજ્યશ્રીએ કહ્યું: “ભાઈ હું મારે માટે કેઈને પણ એ બાબતમાં ઉપદેશ આપવા ઈચ્છતા નથી. જ્યારે જે ગ્રંથ જોઈએ ત્યારે તે મળી રહે છે
ગુરૂદેવ ! આપને એ માટે કઈ વિચાર કરવાને નથી, તેમ જ કેઈનેય કહેવાની જરૂર નથી. હું મારી શક્તિ અનુસાર સર્વ–પ્રબંધ કરી લઈશ.” પરમભક્ત ધળશાજીએ કહ્યું. પૂજ્યશ્રીની નિસ્પૃહતાને પ્રણામ કરીને મને મન ધન્યતા અનુભવી.
શ્રી ધળશાજીએ યતિઓ વગેરે પાસેથી કેટલાંક અપૂર્વ હસ્તલિખિત ગ્રંથે ખરીદ્યા અને કેટલાક લહીઆઓ પાસે લખાવવાની ગોઠવણ કરી. આ રીતે શ્રીધળશાજીની પરમ ભક્તિને લીધે પૂજ્યશ્રી પાસે અપૂર્વ એ સારે પુસ્તક સંગ્રહ થયે.
- આ બધાં પુસ્તકો આજે પણ ખંભાતના જ્ઞાન ભંડારમાં સુરક્ષિત વ્યવસ્થિત છે.
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org