________________
શ્રી નેમિ સૌરભ
શ્રી અમરચંદભાઈની વાત પણ આવી જ છે ને! ૯૯ હજારને નિયમ એને ૭૪ હજાર થયા, છતાંય એ જ દેઢતા. ખરેખર ! આવા મહાન શ્રાવકવથી જ જિન સાશન જળ હળતું રહ્યું છે અને રહેશે.
હવે રોકડા રૂપિયા તે દીકરાઓના હાથમાંવેપારમાં હતા. તેથી શ્રી અમરચંદભાઈ ૧૦ હજારની કિંમતના દાગીનાને દાબડો લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા, ને વિનંતિ કરીઃ સાહેબ ! આ દાબડે જેને અપાવવાને હોય તેને અપાવીને પાઠશાળા શરૂ કરાવે.
દાનની કેવી ઉત્કટ લાગણી દેખાય છે.
આ વાતની શ્રી પિપટભાઈ વિ. ને જાણ થતાં તુરત જ તેઓ પૂજયશ્રી પાસે આવ્યા, ને અમારા પિતાશ્રીએ જે કહ્યું છે, તે અમને માન્ય જ છે, આમ કહી તત્કાલ રૂા. ૧૦,૦૦૦ ની રકમ પાઠશાળા ખાતે જમા કરાવી દીધી.
- ત્યાર પછી-આસો સુદ ૧૦ના મંગલદિને “શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળાને શુભારંભ કરવામાં આવ્યું. અધ્યાપક તરીકે શ્રી દિનકરરાવ શાસ્ત્રીજીને રાખવામાં આવ્યા. પ્રારંભથી જ ૬૦ થી ૭૦ જેટલા વિદ્યાથીઓ હોંશે હોંશે જોડાયા. એટલે બીજા બે શાસ્ત્રીજી
કવામાં આવ્યા, શ્રીચંદ્રધર ઝા અને શ્રી કેશવ ઝા.
૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org