________________
શ્રી નેમિ સૌરભ
કિરણું ઓગણીસમું.
વિશિષ્ટ કાર્યોની પરંપરા
આપણા ચરિત્રનાયકશ્રીનું ત્રણ વર્ષ પછી અમદાવાદ માં આગમન થયું.
પાંજરાપોળને ઉપાશ્રયે આ ચાતુર્માસ પૂજ્ય મુનિ શ્રી નેમવિજયજી મહારાજ પધાર્યા છે. એ સમાચાર આખાયે અમદાવાદની પોળ–પિળે તત્ત્વ જિજ્ઞાસુ શેતાએ જાગૃત થયા. જિનવાણીનું અમૃત પીવા દૂર દૂરથી આવવા લાગ્યા. કલાક સુધી જિનવાણીનું અમૃત પી પી ને વ્રત-નિયમ ધારણ કરી જીવન સાર્થક કરવા લાગ્યા.
આમ પૂજ્યશ્રીના પ્રભાવક ઉપદેશથી અનેકાનેક સત્કાર્યો થતા રહ્યા. કાળ વીતતો રહ્યો અને વિ. સં. ૧૯૫૬નું ચોમાસું અમદાવાદમાં પુરૂં થયું.
વિ. સં. ૧૯૫૭માં પૂજ્યશ્રીએ ભાગવતી દીક્ષા કેટલી સ્વ-પર ઉપકારક છે, તે વિષય ઉપર ત્યાગ-વૈરાગ્ય ઝરતાં વ્યાખ્યાને આપ્યા.
- ૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org