________________
શ્રી નેમિ સૌરભ કહ્યું કેઃ “કાકા ! તમારી પથારી નીચે આ પૈસા પડી રહ્યા હતા.” આ જોઈને દલસુખભાઈ વગેરેને તેની નિખાલસતા અને પ્રમાણિકતા માટે ખુબ સંભાવ થયે.
ચોમાસુ પૂરું થયા પછી એક દિવસ પેલે કરે પૂજ્યશ્રીને કહે : “મને દીક્ષા ન આપે ?”
પૂજ્યશ્રીએ સમિત વદને જવાબ આપ્યો : “ભાઈ ! તું હજી બાળક છે. દીક્ષા લેવી એ સહેલી વાત નથી.”
કેવી એ અજાણ બાળકની ભાવના ? દીક્ષા એટલે શું? તેની એને ખબર નથી. દીક્ષા લેવાથી શું ફાયદો થાય ? તેની એને સમજણ નથી. છતાંય એ કહેતા હિતે કે “મને દીક્ષા આપે.” પૂર્વ ભવના ઉત્તમ સંસ્કાર જ એની પાસે એ વચનો બોલાવી રહ્યા હશેને ?
વિ. સં. ૧૯૫૭ સેદરઢા ગામના ત્રિભવનદાસ નામના એક શ્રાવક પૂજ્યશ્રી પાસે દીક્ષા લેવા આવ્યા. તેમને દમને વ્યાધિ હતો. આ કારણથી પૂજ્યશ્રીએ તેમને કહ્યું : “તમારે તમારી શારીરિક અનુકુળતાને વિચાર કરવા જોઈએ. સંયમમાં આચાર-વિચારની અનેક પ્રકારની વિકટતા હોય છે. રેગને લીધે એ આરાધનામાં વિક્ષેપ ન થાય એ વિચારીને તમારે દીક્ષાની વાત કરવી ઉચિત છે.”
ત્રિભોવનદાસ કહેઃ “કૃપાળુ! હું દરેક પ્રકારને
૧૯૪.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org