________________
શ્રી નેમિ સૌરભ ખંભાતની “જગમ પાઠશાળા ના વિદ્યાર્થીઓ ત્યાં જ હતા. તેમાંના શ્રી દલસુખભાઈ કસ્તુરચંદે એ બાળકનું અહીં ઉપાશ્રયે રહેવાનું મન જાણીને કહ્યું : “ભલેને આ છોકરે અહીં રહે. ઘણું ભણશે, ને અમારા કાર્યમાં ઉપયોગી પણ થશે.”
આ સાંભળીને મનસુખ–મામ તે છેકરાને ત્યાં ઉપાશ્રયે જ મૂકીને ગયા એ છે કરે પણ રાજીથી ત્યાં રહીને શકિત અનુસાર બધાનું કામ હોંશપૂર્વક કરી આપવા લાગ્યો વિદ્યાર્થીઓ માટે ચાલતાં રસોડામાં તે જમતા. એ ખૂબ ભેળે હતે. ઘણીવાર વિચિત્ર અને સોને રમૂજ પડે તેવા પ્રશ્નો પૂછતે : “આ સૂરજ ભગવાન દિવસે જ કેમ ઊગે છે ? સાંજે પાછો ભાગીકેમ જાય છે? આ ચંદ્ર રાત્રે જ કેમ ઉગે છે ? દિવસે કેમ નથી દેખાતે ? ” ઈત્યાદિ. તેને અક્ષરજ્ઞાન જરાપણ નહોતું. શ્રી દલસુખભાઈ તેને નિવૃત્તિના સમયમાં બારાખડી વિ. શીખવાડતા.
એક વાર દલસુખભાઈને એની પરીક્ષા કરવાનું મન થયું. તેમણે પિતાની પથારી તળે ચેડા પૈસા મૂકી રાખ્યા. અને સાવ અજાણ હોય તેમ અન્ય કાર્યાર્થે લાગી ગયા. પેલા છોકરાએ જેવી તેમની પથારી ઉપાડી કે નીચેથી પૈસા નીકળ્યા. તરત જ તે દેડતે દલસુખભાઈ પાસે ગયે. અને તેમના હાથમાં પૈસા આપતાં
૧૩
૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org