________________
શ્રી નેમિ સૌરભ :
પણ નીકળતું હતું. એટલે તેઓ પૂજ્યશ્રીને વંદન કરવા માટે ઉપાશ્રયે આવ્યા તેમની સાથે છોકરો જોઈને પૂજ્યશ્રીએ પૂછ્યું: “આ છોકરે કેણ છે ?”
પૂજયશ્રી સાથે શ્રી મનસુખભામાં વાત કરે છે.
મનસુખભાઈએ કહ્યું “આ છોકરે પાટણન છે. ગરીબ અને અનાથ છે. પણ તેનું ભાગ્ય સારું જણાય છે. માટે તેને હું શેઠ જેસીંગભાઈને ત્યાં મૂકવા જાઉં છું.”
હજી આટલી વાત થઈ ત્યાં જ પેલે છોકરે બોલી ઊઠે “મને અહીં જ રહેવા દ્યો ને, અહીં જ રહેવાનું મને ઘણું મન થાઈ છે.”
મહાપુરુષની સંગતિના-દર્શનના પ્રભાવનું આ વલંત ઉદાહરણ છે. એ બાળકે પૂજ્યશ્રીને આ પૂર્વે કદીપણ જોયેલા નહિ, ઉપાશ્રયે કયારે ય આવેલે નહિ, અને છતાંય તે કહે કે, મારે અહીં રહેવું છે ત્યારે એને પૂજ્યશ્રીને દશનને પ્રભાવ જ ગણાય ને ?
૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org