________________
શ્રી નેમિ સૌરભ વ્યસ્ત રહેતા. તેમને આ કાર્યક્રમ માત્ર બે દિવસને નહોતે, પણ જ્યાં સુધી એ મન્દિરનું જિર્ણોધારનું કામ પૂર્ણ ન થયું, ત્યાં સુધી હંમેશાં એ જ પ્રમાણે તેઓ જિનાલયના કાર્યમાં મગ્ન રહેતા.
આ રીતે પૂજ્યશ્રીના મંગલ આશીર્વાદથી અને શેઠ પિપટભાઈ અમરચંદની અપૂર્ણ ખંત અને મહેનત થી જીર્ણોધ્ધારનું ભગીરથ કાર્ય ઝપાટાબંધ ચાલવા લાગ્યું.
ડે. હર્મન જેકેબી ખંભાતમાં શાસન સમ્રાટ શ્રી પાસે આવેલા, તેઓ જૈન શાસન-સિધાન્ત-શાસ્ત્ર અને સમાજને લગતાં લગભગ ૧૩૦૦ પ્રશ્નોની સૂચિ તૈયાર કરી લાવ્યા હતા. તેમાંથી પૂજ્યશ્રીએ ૫૦૦ જેટલા પ્રશ્નના પૂર્ણ સંતોષકારક જવાબ બે દિવસમાં આપ્યા. જેકોબીને તેઓશ્રીએ કહ્યું કે “તમે વધુ રોકાણ કરે, તો બધાં પ્રશ્નોના જવાબ નિરાંતે અપાય. બાકી આમ બે દિવસમાં બધા જવાબ આપી શકાય નહિ પણ મહત્ત્વના પ્રશ્નના જવાબ મળી જવાથી ડે.. જેકેબી અતિ આનંદિત થયા હતા. (આ વિગત પણ ખંભાતના વૃદ્ધ પુરૂષ પાસેથી જાણવા મળી છે.)
ખંભાત ઈતિહાસ પ્રસિદધ પ્રાચીન બંદર છે. તેનું મૂળ નામ સ્તંભનતીર્થ છે.
૧૭૬ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org