________________
શ્રી નેમિ સૌરભ નાના મેટા ગામમાં વિચરતા વિચરતા ધર્મોપદેશ આપતા. અનુક્રમે વૈશાખ માસ લગભગ ખંભાત પધાર્યા. ખંભાતના શ્રીસંઘે ભાવ-ઉલ્લાસથી ભવ્ય સામૈયું કર્યું.
સમ્યગ-દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરીને શિવ-કલ્યાણું પરિણામી બને એ ઉચ્ચ ભાવનામાં એતપ્રેત પૂજ્યશ્રીએ સમ્યમ્ મૃતના પઠન-પાઠન માટે ઉપદેશ આપે. શુદ્ધ દેશવિરતિધર શ્રાવક શ્રી અમરચંદ પ્રેમચંદભાઈએ તે ઉપદેશ ઝીલી લીધે, અને શ્રતભકિત માટે રૂપિયા દશહજાર આપવાની જાહેરાત કરી.
સમ્યગૂ દર્શનને દઢ બનાવવા માટે સમ્યગ જ્ઞાન ખુબ જ જરૂરી છે. એ હકિક્ત ધ્યાનમાં રાખીને પૂજ્યશ્રી પિતાની પાસે આવતા જ્ઞાન પિપાસુ આત્માઓને પ્રેમપૂર્વક ભણાવતા અને કહેતા કે, “ષ્ટિમાં આત્માના શુભ સ્વરૂપને રાખીને સઘળે વ્યવહાર કરજે, તે તમે શ્રી જિનશાસનના સાચા સપૂત કરશે.”
આપણુ ચરિત્રનાયકશ્રી તથા પૂજ્ય શ્રી આનંદસાગરજી મ. બને આ ખંભાતના ચાતુર્માસમાં (૧૯૫૪) સાથે હતા. ત્યારે શ્રી પર્યુષણું મહાપર્વમાં ગણધરવાદ અને પૂએ સાથે (બને એક પાટ ઉપર બેસીને) વાચેલે. તે આ રીતે કે પૂજ્ય શ્રી સાગરજી મહારાજ પ્રશ્ન કરે, અને પૂજ્યશ્રી એને જવાબ આપે. આમ
૧૬૪ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org