________________
શ્રી નેમિ સૌરભ
કIIM,
તા
.f/HIL
કિરણ સત્તરમું . ખંભાતના બે યાદગાર ચેમાસા વિ. સં. ૧૫૪-૫૫ માં બે ચાતુર્માસ થયા.
અમદાવાદથી નરોડા–વગેરે વિહાર કરી અનુક્રમે પૂજ્યશ્રી કપડવંજ પધાર્યા. આમ તે કપડવંજ શ્રી સાગરજી મહારાજની જન્મભૂમિ, ધર્મશ્રધ્ધાળુ ક્ષેત્ર. વ્યાખ્યાન વાણીના રસીયા ઘણું શ્રેતાઓ. અહિં આપણું ચરિત્રનાયકની વ્યાખ્યાન શૈલી સૌને ખુબ ગમી ગઈ. દિન પ્રતિદિન વ્યાખ્યાનમાં શ્રોતાઓની સંખ્યા વધવા લાગી.
કેટલાય દિવસ સુધી કપડવંજની ભાવિક પ્રજાએ જિનવાણીનું રસપાન કર્યું. તેમની વ્યાખ્યાન શૈલી સચોટ હતી, અનેક તાત્વીક વાત જાણીને તાઓ ખુબ ખુબ આનંદવિભેર થતા હતા.
એકાએક એક દિવસ શ્રાવકોને સમુહ ઉપાશ્રયમાં પ્રવેશ કરીને પૂજ્યપાદ ગુરૂ મહારાજશ્રીની સન્મુખ આવી સી એક સાથે બોલ્યા : “મઘૂએણ વંદામિ” સાહેબ અમે ખંભાતથી આવ્યા છીએ. એક શ્રાવક બેલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org