________________
શ્રી નેમિ સૌરભ પધાર્યા. ત્યાં શેડો સમય સ્થિરતા કરીને વડોદરાના શ્રીસંઘની વિનંતિથી તેઓશ્રી વડોદરા પધાર્યા. આપણા પૂજ્યશ્રીને અમદાવાદ– પાંજરાપેળના ઉપાશ્રયે ચાતુર્માસ માટે વિનંતિ થતાં, તેઓશ્રીનું આ ચાતુર્માસ પાંજરા પિળમાં કરવાનું નકકી થયું. વિ. સં. ૧૯૫૩મું ચાતુર્માસ થયું.
આ ચોમાસામાં પૂજ્યશ્રીના ઉપદેશથી શેઠ મનસુખ ભાઈ ભગુભાઈએ એક સંસ્કૃત-ધાર્મિક પાઠશાળા સ્થાપી. તેમાં અંગ્રેજીનું શિક્ષણ પણ અપાતું. - એકવાર પૂજ્યશ્રીને મસ્તકમાં સખત દુઃખાવો થવા લા. એ જોઈને નગરશેઠ શ્રી મણીભાઈએ ભકિતપૂર્વક કહ્યું કે: “સાહેબ ! આપશ્રી મોતીભસ્મ, પ્રવાલ, વિ. ઓષધિઓનું સેવન કરે, તે દુઃખાવો મટી જશે.”
પણ પૂજ્યશ્રીએ એ માટે ચિંખી ના પાડતા કહ્યું કે, દુઃખાવે તે એકાદ દિવસમાં સ્વયં મટી જશે. બન્યું પણ એમ જ. એક દિવસમાં પૂજ્યશ્રીને સંપૂર્ણ આરામ થઈ ગયે. . પૂજ્યશ્રી પાસે પિતાના ન્યાય-વ્યાકરણના અમુક ગ્રંથ, આવશ્યક સૂત્ર (૨૨ હજારી) ક૯૫-સુબોધિકા, બારસાસૂત્ર, મહાનિશીથ, અષ્ટકજી વિગેરે ડા ખપ પુરતા પુસ્તક હતાં. આ જોઈને એકવાર શ્રી ધોળશાજીએ
૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org