________________
શ્રી નેમિ સૌરભ
આવવું એ નગરશેઠને નિત્ય નિયમ થઈ ગયે. ત્યાં સુધી કે-વ્યાખ્યાન બેસવાને હજી પ કલાકની વાર, હાય. કઈ આવ્યું ન હોય, ત્યારે નગરશેઠ હાજર થઇ જાય. અને વ્યાખ્યાનના આરંભથી માંડીને અંત સુધી. અક્ષરેઅક્ષર સાભળે.
આ ઉપરથી કપી શકાય છે કે આપણા મહાન ચરિત્રનાયક પૂજ્યશ્રીની વાણુને ચમત્કાર કેઈ અજબ જ હતે.
નગરશેઠ નિયમિત આવવા લાગ્યા એટલે પૂજ્યશ્રીની નગરશેઠ અને એમના જેવા અનેક આત્માઓના ઉપકારાર્થે શ્રી નન્દીસૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું. નન્દીસૂત્રમાં આવતા દરેક દાર્શનિક વિષયને પૂજ્યશ્રી તાર્કિક રૌલીથી, સરલતા પૂર્વક અને શ્રોતાઓની રસ-ક્ષતિ ન થાય, તે રીતે સમજાવતા. આથી નગરશેઠના અનેક સંદેહનું નિરાકરણ થઈ ગયું. અને આત્માદિના અસ્તિત્વ વિષે તેઓ દઢશ્રદ્ધાવત બન્યા.
પૂજ્યશ્રીના ઉપદેશના પ્રભાવે નગરશેઠ જેવી વ્યક્તિના જીવન તથા માન્યતાના પરિવર્તનને આ પ્રસંગ પૂજ્યશ્રીની મહાન પ્રતિભા અને પુણ્યબળને સૂચક છે.
બહારની વાડીએ પધારેલા પૂ. મુનિશ્રી દાનવિજયજી મ. ની તબીયત સ્વસ્થ થયા પછી પાંજરાપોળ ઉપાશ્રય
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org