________________
શ્રી નેમિ સૌરભ ખબર પડી, તેથી તેમના ઉપર ઠાકરની કરડી નજર થઈ. તેમણે પૂજ્ય મુનિશ્રી ઉપર ચાંપતી દેખરેખ રાખવા માંડી.
પૂજ્ય મુનિશ્રી દાનવિજ્યજી મહારાજની ચાલુ કરેલી શ્રી બુદ્ધિસિંહ જૈન સંસ્કૃત પાઠશાળા ચાલતી હતી. તે પાઠશાળામાં પૂજ્ય સાધુ ભગવંતે ભણતા હતા. તેની દેખરેખ મહારાજશ્રી રાખતા હતા. અને દેખભાળ માટે કેટલાક શ્રાવકે પણ હતા.
આ કારણથી ત્યાં હવે વધારે રહેવું એ ઉચિત. ન હતું, તેમ જાહેર રીતે વિહાર કરવામાં પણ કાંઈક દહેશત હતી. એટલે શું કરવું તેની વિચારણા થઈ.
પંજાબના લેહીની એ તાસીર છે કે, “તે વ્યક્તિના જીવનમાં નિડરતા, પ્રતિકારશક્તિ, અડગતા વગેરે ગુણેને બરાબર વિકસાવે છે. તેઓશ્રીના પ્રથમના સહવાસથી આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીમાં પણ નિડરતા વધુ દૃઢ બની હતી.
પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી મ. માં પણ આ ગુણ ખૂબ વિકસેલા હતા, તેમ પૂજ્ય મુનિશ્રી નેમવિજ્યજી મહારાજ સાહેબમાં પણ આ ગુણ હતા. કારણ કે સૌરાષ્ટ્રની ભૂમિ પણ પ્રતાપી નર-નારીઓની જન્મદાત્રી પંજાબ કરતાં પણ વધુ વિખ્યાત છે.
૧૩૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org