________________
શ્રી નેમિ સૌરભ
હંમેશાં સહુ ભાવિકે વ્યાખ્યાનના સમય પહેલાં જ ઉપાયમાં હાજર થવા માંડયાં. વ્યાખ્યાનમાં રહેતા પ્રથમ દિવસે જ તેમના પર એ અજબ પ્રભાવ પાડી દીધો કે તેમને બધાં કામ કરતાં વધુ અગત્યનું કામ પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળવું તે લાગ્યું.
પુજયશ્રીની પવિત્રવાથી અનેક શ્રોતાઓના મેહ, અજ્ઞાન, મિથ્યાત્વને છેદ થવા માંડયે, જેટલી પાણીદાર તેઓશ્રીની વાણી હતી, એટલું જ સંવેગ રસ પ્રચુર તેઓશ્રીનું જીવન હતું. એટલે પૂજયશ્રીના વ્યાખ્યાનમાં તે સમયના અમદાવાદના પ્રથમ પંકિતના આગેવાન જૈન બંધુઓ સમયસર આવતા થયા. -
ચાલુ વ્યાખ્યાનમાં જિજ્ઞાસુવિવેકી શ્રોતાઓ જે પ્રશ્નો પૂછતા તેના જવાબ પૂજયશ્રી આગમરૂપી આયનામાં જોઈને આપતા. કોઈ પ્રશ્નકારને તર્ક વડે નિરૂત્તર ન બનાવતા, પણ તત્ત્વ વડે નિશંક બનાવતા.
ભરી સભામાં પ્રકારને ઉતારી પાડવાની છીછરી વૃત્તિને પૂજ્યશ્રીના વિશાળ હૃદયમાં સદંતર અભાવ હતા.
પૂજ્યશ્રીને આકર્ષક વ્યાખ્યાન લીના કારણે શ્રદ્ધાળુઓની સાથે અનેક પાશ્ચાત્ય શિક્ષણ પામેલા અન્ય દર્શનીય છેતાઓ પણ આવતા. દિનપ્રતિદીન શ્રવણરસ વધવા લાગ્યું. એની સાથે શ્રોતાઓની સંખ્યા પણ ખૂબ વધતી ગઈ. '
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org