________________
શ્રી નેમિ સૌરભ અપેક્ષાએ વિલંગ જ્ઞાનના “દ” અને અવધિજ્ઞાનના “દાદ” એમ બે “ક” સાગરોપમ સુધી અવધિદર્શન હોય, એ યુકત છે. પણ તત્ત્વાર્થ–વૃત્તિકારને મત એ છે કેસમ્યગ્દષ્ટિને જ અવધિદર્શન હોય. ભિન્ન ભિન્ન વાચનાની અપેક્ષાએ આ બને મત આપણે માટે તે પ્રમાણ અને યથાર્થ જ છે.”
આવું શાસ્ત્ર-સિધ્ધ સમાધાન સાંભળીને શ્રી પાનાચંદભાઈ અપૂર્વ સંતેષ પામ્યા.
ધન્ય જ્ઞાની ગુરુ ! ધન્ય વિદ્વાન શ્રોતા !
(૨) શેઠશ્રી ધળશાજી ગુજરાતના પ્રસિદ્ધ લોકપ્રિય જેન નાટયકાર શ્રી ડાહ્યાભાઈના તેઓ પિતાજી હતા. તેઓ ચુસ્ત ધાર્મિકવૃત્તિના હતા. પિતાને પુત્ર આવે મેહનીય કર્મની વૃદ્ધિ થાય નાટકને એ વ્યવસાય કરે, એ તેમને બિલકુલ રૂચતું નહિં. તેથી તેઓ ડાહ્યાભાઈથી જુદા રહેતા. સ્વયં ઝવેરાતને ધંધો કરતા. ઘણું સારા કોડપતિ શેઠીયાઓ સાથે તેમને અંગત પરિચય હતું. પણ તેમની પાસે તેઓ કદી પણ ઝવેરાત લઈ જતા નહિ. કારણ કે આર્થિક બાબત પિતાના ધાર્મિક સંબંધમાં ધકકો પહોંચાડનાર છે, એમ તેઓ સ્પષ્ટપણે માનતા. તેમની વ્યાખ્યાન શ્રવણ રુચિ અજબ હતી. પૂજ્યશ્રીની સભાના તેઓ વિદ્વાન સમજુ શ્રેતા હતા.
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org