________________
પર
મહાપુરૂષની મહાકૃપા પછી કેણ વિચાર કરે ? હું રોજ સમયસર હાજર થઈ જતું. તેઓશ્રીના એક સાધુ પણ હાજર રહેતા. મારાથી શકય એવી ભકિતને પણ લાભ લેતે. રેજ બેસવાનું કારણ જુની સાધુ સમાજની, સંઘાડાની અને બૌદ્ધિક કેટલીક વાતે મારા કાને નાંખવાને હતે. રેજ કઈને કઈ નવી વાતે લાવે જ. પૂ. સ્વ. શ્રી મૂલચંદજી મહારાજના વખતથી લઈ ઘણી વાત સાંભળી ઘણું જાણવાનું શીખવાનું, મલ્યું. વાત કરતાં કરતાં મારા જેવા સામે જોઈ બેલે, એય... કેમ ? બરાબર મેં કહ્યું ને?
એક વખત કહે વાર્તાલાપ, ચર્ચા દલીલેની પદ્ધતી આ બધું હું મૂલચંદજી મહારાજ પાસેથી શીખ્યો છું.
તે વખતે મારા અમારા સમુદાયમાં સૂરિસમ્રાટના સહથી વધુ પ્રીતિ માનપાત્ર મારાં ગુરુદેવ પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજ હતા. - પૂ. સૂરિસમ્રાટ સાહેબને પૂ. ગુરૂદેવ ઉપર નાની ઉમ્મરથી જ તેઓશ્રીની જ્ઞાન શક્તિ, વિનય, વિવેક, ભક્તિભાવ વગેરે ગુણેના કારણે ખૂબજ વાત્સલ્ય અને લાગણી હતી. એક વાર ગુરૂજીના અભ્યાસની મૌખિક પરીક્ષા પણ લીધેલી અને તેના પ્રત્યુત્તરથી સૂરિજી ખૂબ જ પ્રભાવિત બનેલા. પછી તે બંને વચ્ચે ઘણી જ આત્મીયતા અંધાયેલી. ગુરૂદેવ પણ સૂરિસમ્રાટ પ્રત્યે અથાગ ભકિત -લાગણી, ગુરૂ તુલ્ય ભાવ રાખતા. જ્યારે જ્યારે ભેગા રહેવાનું થતું ત્યારે તે ભકિત વગેરેને સારો લાભ ઉઠાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org