________________
૫૩
૧૯૬૨ માં જૈન સમાજમાં સંખ્યાબંધ આચાર્ય પદવીએ નક્કી થએલી, ત્યારે તેઓશ્રીએ અમદાવાદના અગ્રણીઓની વિનંતી સાથે પિનાના પરમ ભકત શ્રી કુલાચંદભાઈ (કારીગર) ને પત્ર સાથે અમદાવાદથી. પ્રભાસપાટણ મેટરમાં કહ્યા. પત્રમાં પૂ. દાદાગુરુજી ઉપરના પત્રમાં લખેલું કે ધર્મવિજય તમામ રીતે ગ્ય છે, સમય પણ ઘણે પાકી ગએ છે. આવા અસાધારણ વિદ્વાનને આચાર્યપદ વિના રાખવા હવે જરાયે યેગ્ય નથી માટે અમારા સહુની ભાવના છે કે તેમને આચાર્ય પદ આપવાને નિર્ણય કરજે. આ વાત વખતે હું પણ હાજર હતા. પણ ગુરૂજીએ હું એ પદવીને લાયક નથી, પદવી લેવાથી ગુરૂભકિતમાં મને અંતરાય ઊભું થશે વિગેરે કહીને ગળગળા થઈને ભારે મને અસ્વીકાર કરે. અને પૂ. સૂરિસમ્રાટ ઉપર ક્ષમા પત્ર લખી માફી માગી લીધી હતી. જો કે સૂરિસમ્રાટને તે વાત જરાએ ગમી ન હતી.
ત્યારપછી સં. ૨૦૦૧માં અમદાવાદ માસું રહ્યા ત્યારે માસામાં એક દિવસ પાંજરાપોળ ઉપાશ્રયે ગુરૂજી. વંદન કરવા ગયા ત્યારે સૂરિસમ્રાટે ગુરૂજીને આચાર્ય પદવી ન લીધી તે અંગે ચેડે પ્રેમથી પુણ્યપ્રકોપ વ્યકત કર્યો. હું ત્યારે સાથે જ હતું. લાગણીથી ઠપકે પણ આપે. ગુરૂજીએ બે હાથ જોડી નમ્રભાવે સાંભળી ક્ષમાચાચન કરી પછી સૂરિસમ્રાટે કહ્યું કે તારે માસુ ઉતરે આચાર્ય થવું જ પડશે. હવે કશું તારે વિચારવાનું નથી. એય ! ઉદયસૂરિ ! પંચાંગ લાવ. આચાર્ય પદવીનું સહર્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org