________________
શ્રી નેમિ સૌરભ
મહારાજે શ્રી પાલીતાણામાં એક સંસ્કૃત પાઠશાળા સ્થાપવાની તેમને પ્રેરણા કરી. ઉદાર દિલના એ બાબુસાહેબે પિતાના તરફથી ર ણ વર્ષને સંપુર્ણ ખર્ચ આપવાનું સ્વીકાર્યું. આ જોઈને ભાવનગરના આગેવાન શેઠશ્રી જસરાજભાઈ સુરચંદ વોરા તથા શ્રી આણંદજી પુરૂષોત્તમભાઈ વિગેરે પણ પિતાના તરફથી યથાશક્તિ સારી એવી રકમ આપવાની જાહેરાત કરી. : આપ અલ્પકાળમાંજ જરૂરી પૈસા વગેરેની સગવડ થવાથી શ્રી સિદ્ધાચલની છત્રછાયામાં એક સંસકૃત પાઠશાળા સ્થાપવાનું નકકી કરવામાં આવ્યું.
વિ. સં. ૧૯૪૮નું ચાતુર્માસ ભાવનગરમાં પૂજય ગુરૂદેવની સાથે જ હતું. તેઓ અહીં શાસ્ત્રીજી પાસે વ્યાકરણ તથા ન્યાયશાસ્ત્રના આગળના ગ્રંથનું અધ્યયન કરી રહ્યા હતા.
આ વર્ષ દરમ્યાન આપણા ચરિત્રનાયકશ્રીને મુનિશ્રી દેવેન્દ્રવિજ્યજી નામના પ્રથમ શિવ્ય થયા હતા. તેમની બાબત વધુ વિગતે તપાસ કરવા છતાં મળી નથી.)
વિ. સં. ૧૯૪૮ના ચોમાસામાં પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી મહારાજના આશીર્વાદથી ભાદરવા સુદ છઠના દિવસે પાઠશાળા સ્થાપવામાં આવી. એનું નામ શ્રી બુદ્ધિસિંહજી જૈન સંસ્કૃત પાઠશાળા ” રાખ્યું.
૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org