________________
શ્રી નેમિ સૌરભ ભાવથી જ્યાં સુધી આપણે ન કરી હોય ત્યાં સુધી આપણે સાચા સુખને મેળવવાના સાચા અધિકારી બની શકતા નથી. માટે અનંતજ્ઞાનીઓએ કહ્યું છે કે, “તીયતે વ્યસન–સલિલનિધિ યસ્માદતિ તીથમૂ' એટલે કે તારે તે તીર્થ–જેનાથી વ્યસને-દુઃખને સમુદાય નાશ પામે તેજ તીર્થ. આવા મહાન તીર્થોની યાત્રા કરીને તેની સ્પર્શન કરનારા ભવ્યાત્માઓ અનેક દુઃખથી મુક્ત થાય છે. તેમનાં જીવનમાં દુખ કે દદ કદી આવતું નથી.
સંસારના અનેક દુઃખમાં પીડાતા આત્માઓ આ પવિત્ર તીર્થાધિરાજના નામ માત્રથી દુખોને નાશ કરી શક્યા છે.
“ગ્રહમાં સૂર્ય, ધનુર્ધારીઓમાં અર્જુન, નીતિવાનમાં રામચન્દ્ર શ્રેષ્ઠ ગણાય છે; સૂત્રમાં સર્વશિરોમણિ શ્રી કલ્પસૂત્ર છે, તેમ સર્વતીર્થોમાં પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિ શ્રેષ્ઠ છે.”
આવા મહાન તીર્થોની યાત્રા કરવા કુટુંબ કબીલા અને ઘરબાર છેડીને નિકળ્યા છીએ, તેથી આત્માને ખુબ ઉદલાસમય રાખી જયણા પૂર્વક ચાલીને જવું છે, પાપને પખાળવા માં મન અગત્યને ભાગ ભજવે છે. મનને આવું પવિત્ર આલંબન મળ્યું છે તેને સાર્થક કરજે. આપણા જૈન શાસનમાં દરેક વસ્તુમાં વિવેકની મહત્તા બતાવી છે
૧૧૨ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org