________________
શ્રી નેમિ સૌરભ પાસે રહું છું” તેઓશ્રી બહુજ ઊંચી કેટિન વિદ્વાન હવા ઉપરાંત સર્વ દશનેના અભ્યાસી પણ છે. માટે મારી સાથે ત્યાં આવશે, તે તમને પણ ભારતમાં કેવા. મહાન સંત રને વસે છે તેને સચોટ અનુભવ થશે.”
શાસ્ત્રીજીને કહેવાથી ડે. રાનડે પૂજ્યશ્રી પાસે આવ્યા. પ્રથમ દર્શને જ પ્રભાવિત થયા. પછી તે જે રોજ આવતા થયા. પરિચય વધારતા રહ્યા ગીતાજી, યોગ દર્શનના સિદ્ધાંત ઉપર પૂજ્યશ્રી પાસે ન પ્રકાશ મેળવીને આનંદિત થયા. - આ ચોમાસામાં પૂજ્યશ્રી પરિભાષેન્દ્રશેખર વગેરે ઉચ્ચ કેટીના વ્યાકરણગ્રંથને અભ્યાસ પૂરો કર્યો.
અનંત ઉપકારી શ્રી વીર પરમાત્માએ વહાવેલી શ્રતની ગંગા સદા કલકલ નાદે વહેતી રહેવી જોઈએ, એ ભાવનાને હૃદયમાં રાખીને વિચરતા પૂજ્યશ્રીએ અહીં પણ એક ધાર્મિક પાઠશાળા સ્થાપી. જે આજે પણ ચાલે છે.
વઢવાણના ચાતુર્માસમાં પૂજ્યશ્રીના સહવર્તિ મુનિરાજશ્રી પ્રધાન વિજયજી મહારાજને “કોલેરા” થે. ઘણું ઉપચાર કરવા છતાંય આયુષ્ય બળ પૂર્ણ થવાથી તેઓશ્રી સમાધિ પૂર્વક-કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને સેવાભાવિ-સહકારી સાધુને વિગ થયે. ભાવિભાવ પાસે કેનું ચાલે?
૧૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org