________________
શ્રી નેમિ સૌરભ
શિષ્ય શ્રી સુમતિવિજ્યજી મ. ના શિષ્ય તરીકે સ્થાપી મુનિ શ્રી વલભવિજયજી નામ રાખ્યું. પછી સગાસંબંધીની ગરબડની દહેશતથી તેમને એક ઓરડામાં બેસાડી રાખ્યા. વળી ઓરડાના દ્વાર બંધ રાખ્યા.
દીક્ષાથીના કુટુંબીઓને આ વાતની ખબર પડતાં જ તેઓ પિલીસ સુપ્રીટેન્ડન્ટને સાથે લઈને ત્યાં પહોંચી ગયા. વાતાવરણ એકદમ ઘેડીવારમાં જ ઉગ્ર થઈ ગયું. દીક્ષા આપનારા મુનિરાજ પણ મુંઝવણમાં પડી ગયા, “શું કરવું હવે ?”
આ બધું જોઈને મુનિ શ્રી સુમતિવિજ્યજી મહારાજે પૂજ્ય મુનિ શ્રી હેમવિજયજી મહારાજને વિનંતી કરી કે પૂ. મહારાજાને હમણાં જ અહીં બોલાવે. તેઓ જ આ અશાન્ત પરિસ્થિતિને થાળે પાડી શકશે.”
પૂજ્યશ્રીને તેડવા માણસ ગયે. પૂજ્યશ્રી તરત જ ઉપાશ્રય પધાર્યા, અને ઉપાશ્રયમાં પેસતાં જ પૂજ્યશ્રીએ ત્યાં ઉભેલા પોલીસ સુપ્રીટેનડેન્ટને જોઈ લાગલ પ્રશ્ન કર્યો : “કેની રજાથી કયા કાયદાની રૂએ, તમે આ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો છે? શું તમે આ સ્થાનને ન ધણીઆનું સમજે છે?”
પ્રતાપપુર્ણ મુખમુદ્રા અને ઉપરોકત પ્રશ્નથી સુપ્રીટેન્ડેન્ટ ડઘાઈ ગયા. અને વિનયપૂર્વક બોલ્યા : “હું તે સ્વાભાવિક વિનંતી કરવા આવ્યો છું.”
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org