________________
શ્રી નેમિ સૌરભ શ્રી સંઘ તરફથી એગ્ય રીતે પૂજા-મહોત્સવ થયો. શ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન અનેક વિવિધ પ્રકારના તપની ઉલ્લાસભાવે આરાધનાઓ થઈ, વિશિષ્ઠ પૂજાઓ પ્રભાવનાઓ, અને શાસન શોભાના કાર્યો થયા. અનેક ભાવિકે સમ્યકત્વ અને બાર વ્રતધારી થયા. ખૂબ ખૂબ ઉલ્લાસથી આરાધનામાં જોડાયા.
આ રીતે અપૂવ ઉલ્લાસભાવે ચાતુર્માસ સુંદર રીતે પૂર્ણ થયું. વઢવાણથી વિહાર કરવાનો વિચાર કરતા હતા. તે વખતે પૂજયશ્રી વઢવાણમાં લીમડાવાળા ઉપાશ્રયે બિરાજતા હતા.
વઢવાણમાં સથરા કુટુંબના એક યુવાન ભાઈને ચાતુર્માસ પહેલાં પૂજ્યશ્રી પાસે દીક્ષા લેવાની ભાવના થઈ, પણ તેનું કુટુંબ બહેળું હોવાના કારણે પૂજ્યશ્રીએ તે બધાને સમજાવીને પછી દીક્ષા આપવાનો વિચાર રાખ્યું હતું.'
આ અરસામાં પૂજ્યશ્રીના ગુરૂભાઈ પૂજ્ય મુનિ શ્રી હેમવિજયજી મ. તથા પૂજ્ય મુનિ શ્રી વીરવિજયજી મ. અનુકમે વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. આ યુવાને તેઓશ્રીને દીક્ષા આપવાની વિનંતી કરી.
આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી પૂજામાં પધાર્યા હતા. તે સમયે તેને દીક્ષા આપી દીધી. અને પૂજ્યશ્રીના
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org