________________
શ્રી નેમિ સૌરભ
કરી. પણ અહીં શેષ કાળમાં રોકાઈને મેં તમને પૂરતું લાભ આપે છે, એમ કહીને પૂજ્યશ્રીએ તેમને સમજાવ્યા. રાધનપુરથી પુનઃ શ્રી શંખેશ્વરની ઉલાસભાવે યાત્રા કરી અનુક્રમે વઢવાણ શહેર પધાર્યા. ત્યાંના શ્રી સંઘના આગ્રહ થી વિ. સં. ૧૯૫૨નું આઠમું ચાતુર્માસ ત્યાં જ કર્યું.
ગમે તેવા સમર્થ થતાભ્યાસી મુનિરાજે પણ શાસ્ત્ર અભ્યાસ અને સ્વાધ્યાય સદાય ચાલુ જ રાખવા જોઈએ, એવી દૃઢ માન્યતાવાળા પૂજ્યશ્રીને અભ્યાસ અત્રે પણ ચાલુ જ હતો. નવાં શાસ્ત્રને અભ્યાસ કરાવવા તેઓશ્રી પાસે શ્રી દિનકરરાવ શાસ્ત્રી હતા. તેમની પાસે પૂજ્યશ્રીનું અધ્યયન વાંચન સતત ચાલું હતું.
ભારતના વિખ્યાત ન્યાયમૂર્તિ શ્રી મહાદેવ ગોવિંદ રાનડેના સગા ભાઈ “ડેકટર રાનડે' તેઓ અહીં વઢવાણ શહેરમાં જ રહીને દાકતરી કરતા હતા. તે વઢવાણમાં ખૂબ પ્રસિદ્ધ હતા.
શાસ્ત્રીજી પિતાના પ્રદેશના (દક્ષિણના) હોઈ તેમની સાથે તેમને સારો સંબંધ હતો. એક વખત તેમણે વાત
ચીતમાં શાસ્ત્રીજીને પૂછયું “અડી કઈ વિદ્યા વિનેદ અને - જ્ઞાન ગેઠિ કરી શકાય એવું સ્થળ તેમજ વ્યકિત છે?”
શાસ્ત્રીજીએ તરત જ જૈન ઉપાશ્રયમાં બિરાજતા પૂજ્યશ્રીનું નામ જણાવીને કહ્યું: “હું પણ તેઓશ્રીની
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org