________________
શ્રી નેમિ સૌરભ
રુ
કિરણ ચૌદમું
મહુવામાં પ્રથમ પુનિત પગલા
પિતાના લાડલા પુત્રને પંખવાને જે ઉમળકે માતાના હૈયામાં હોય છે, તે જ ઉમળકે આજે મહુવાના શ્રી સંઘને પિતાની પુણ્યભૂમિના નર-રત્નને સત્કારવા માટે હતા. અને શ્રી લક્ષ્મીચંદભાઈ અને દિવાળી બાના ઉત્સાહને તે કઈ સીમા ન હતી.
મહુવાના સકળ શ્રીસંઘે એક દિલ થઈને સામૈયાની ભવ્ય તૈયારી કરી. ઘર ઘરમાં એક વાત છે. “ચાલે પૂજ્ય મુનિશ્રી નેમવિજયજીના સામૈયામાં.” અને અબાલ વૃદ્ધ સૌ સઘળાં કામ છોડીને સામૈયામાં જોડાયા. સામે ગયેલા ભાવિકે પૈકી એકે આવીને કહ્યું: “પૂજ્યશ્રી હવે ૧૦ મિનિટમાં અત્રે આવી પહોંચશે.”
આ વાત સાંભળી સૌ ભાવિકે ઝડપથી વાજતે ગાજતે આગળ વધ્યા, બસ ત્યાંજ સહુએ પૂજ્ય ગુરૂદેવને આવતા દીઠા. પ્રભુના અણગારને વદન પર સરચારિત્રને
૧૧૭. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org