________________
શ્રી નેમિ સૌરભ ચાલો હવે તે વ્યાખ્યાન એકચિત્તે સાંભળીએ.
“ હે ભવ્યાત્માઓ! સવારમાં વહેલા ઉઠીને મહા મંગળકારી શ્રી નવકારનું સ્મરણ કરીને તમે તમારા મન સહિત બધા પ્રાણને મૈત્રી, પ્રદ, કરૂણા અને માધ્યસ્થ. એ ચાર ભાવનાઓ વડે વાસિત કરજે.”
જગતના સર્વ જ સુખી થાવ. કોઈ દુઃખી ન થાવ. કોઈ દુઃખના કારણરૂપ પાપ ન કરે. એવી ભાવનાને મૈત્રી ભાવના કહે છે.
જીવનમાં મૈત્રી ભાવના દઢ થાય છે એટલે તેમાંથી પ્રમોદ ભાવના પ્રગટે છે.
“ડલે પણ ગુણ પર તણે, દેખી મન હર્ષ અપાર રે.”
તેને પ્રમેદ ભાવના કહે છે. ગુણ–રાગ એ શ્રી જિન શાસનને મૂલ- આધાર છે. માટે ગુણને તૃષ કદી ન કરશે.
દુઃખનાં દુઃખ દૂર કરવાની ભાવનાને કરૂણા ભાવના કહે છે. તમે તમારા દુ:ખ દુર કરવા જે ખંતથી પ્રયત્ન કરે છે. તેવી જ રીતે બીજાના દુઃખ દૂર કરવાની તાલાવેલી તમને લાગે તે માનજે કે તમારા હૃદયમાં કરૂણા ભાવના ખરેખર પ્રગટી છે.
આ જગતમાં ગુણવાન કરતાં અવગુણ આત્માએ ઘણ જોવા મળશે, પણ તેમના પ્રત્યે અલ્પ પણ શ્રેષભાવ
૧૨ ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org