________________
શ્રી નેમિ સૌરભ અવસર જોઈને તેઓશ્રીએ વ્યાખ્યાનમાં આ વાત રજુ કરી. વાતની પાછળ જબર આત્મ વિશ્વાસ અને શાસન ભકિત હતાં એટલે તરત તેને ઝીલી લેનારા ભાગ્યશાળીએ આગળ આવ્યા અને મૃતભક્તિની એક શાળા શરૂ થઈ
ચરિત્રનાયક પૂજ્યશ્રીના મનમાં ઉમદા વિચાર આવ્યું અને વાત તરત જ અમલમાં મુકાઈ એકાએક જામનગરથી પૂજ્યશ્રીને વંદના કરવા આવેલા શ્રાદ્ધવર્ય શા. સૌભાગ્ય ચંદ કપૂરચંદ સંઘવી તથા દક્ષિણ તરફથી શ્રી સખારામ ફુલભદાસ ભાઈએ તેમણે પૂજ્યશ્રીના ઉપદેશથી જૈન પાઠશાળા માટે સારી રકમ આપી. એ સિવાય કેટલાક પઠન પાઠને પગી પુસ્તકો અને સામગ્રી પણ તેમણે મંગાવી આયા.
આ જોઈને મહુવાના શ્રાવક મહાનુભાવે પરસ્પર કહેવા લાગ્યા: “મહાપુરુષોના પગલે પગલે નવે નિધાન આનું નામ.” બારમાં વાતે થવા લાગી કે બે દિવસમાં જ્ઞાન પરબના પાયા મજબૂત થઈ ગયા. શું પૂજય મહારાજ સાહેબનું પુણ્ય ! આખાય ગામમાં વાત થઈ કે “આપણા ગામ માં કલ્પવૃક્ષ રોપાય.”
જ્યાં ફૂલ હોય, ત્યાં સુવાસ હોય. તેમ પૂજયશ્રી જયાં પધારતા. ત્યાં દાન-શીલ-તપ અને ભાવરૂપ ધર્મનું
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org