________________
શ્રી નેમિ સૌરભ વિ. સ. ૧૯૫૧નું ચોમાસું. પૂજ્યશ્રીએ શ્રી સંઘના ભાવભર્ચા આગ્રહુથી મહવામાં જ કર્યું.
પૂજ્યશ્રીની વ્યાખ્યાન શૈલી અને ભાષા એટલી બધી શ્રવણલ્લાદક હતી કે વ્યાખ્યાન સંભાળ્યા પછી પણ કયાંય સુધી ભાવિક લેકેના કાનમાં એને દિવ્ય વનિ ગુંજતે રહેતે. સટ ધર્મોપદેશથી અનેકના જીવન પરિવર્તન થયા. ક્રિયાશીલ ભાવિકે આરાધનના માર્ગે આગળ વધ્યા.
- ચેમાસું શરૂ થતાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને સંતપ્ત ધરાને શિતળતા બક્ષી તે આપણા ચરિત્ર નાયકશ્રીએ પણ મન મુકીને ધર્મ દેશનાની અમૃત વર્ષા, શરૂ કરી તેનાથી અનેક સંતપ્ત આત્માઓને અપૂર્વ શાતાને અનુભવ થયે. વિષય કષાયને કમજોર બનાવીને આત્માના શુદ્ધ સ્વરૂપની આરાધનામાં ઓત પ્રોત થવાને ઉમળકે અનેક આત્માઓના હૃદયમાં પ્રગટ. એક એકથી વિશિષ્ટ રીતે પુજાઓ, પ્રભાવનાને વિગેરે ધર્મ કાર્યો ખુબ ખુબ થયા. આખા સંઘમાં અમાપ ઉત્સાહ હતા.
જ્ઞાનની વર્ષા કરતાં પૂજયશ્રીએ જણાવ્યું કે ગામમાં એક પાઠશાળા હોય તે શતભકિતની શ્રી સંઘનીભાવના પુરી થાય.
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org