________________
શ્રી નેમિ સૌરભ સામૈયું આવતા ગુહલીએ કરતા. સૌભાગ્યવતી બહેને સેના-રૂપાના ફૂલોથી તથા અક્ષતથી વધાવતાં.
સામૈયું મહુવાને મુખ્ય બજાર અને ચૌટાઓ ફરીને શ્રી મહાવીર સ્વામીજીના દેરાસરે આવ્યું.
પૂજ્ય ગુરૂદેવે ભાવિકો સાથે દેરાસરે પ્રવેશ કરી, શ્રી જીવિતસ્વામિ સન્મુખ ભાવપૂર્ણ હૈયે મધુર સ્વરે તુતિઓ-પ્રાર્થનાઓ કરી, ભાવવિભેર થઈ, પ્રભુજીને નીરખી નીરખીને નેત્રે પવિત્ર કર્યા. પ્રભુજી સમુખ બેસી ભાવિકે સાથે રમૈત્યવંદન કર્યું અને હૃદય મીઠું કર્યું.
પુનઃ બેંડવાજા સાથે સામૈયું ઉપાશ્રયે આવ્યું. સકળ શ્રીસંઘના ભાવિકે ખૂબ ઉત્સાહમાં હતા, સહુના હૃદયમાં હરખ મા ન હતા. શ્રીસંઘની અનુમતિ લઈને પાટને
ઘાથી પ્રમાજી ને પૂજ્ય ગુરૂદેવશ્રીએ પાટ ઉપર આસન પાથર્યું. પછી ટટ્ટાર થઈને આસન ઉપર બિરાજ્યા. મંગળાચરણને આરંભ કર્યો.
પવિત્ર અંતઃકરણમાંથી ઘુંટાઈને આવતા મંત્રાધિરાજના મંગલમય શબ્દો સાંભળીને શ્રોતાઓ ભાવ વિભેર થયા. અને જેમ કાનમાં અમૃત રેડાયું હોય તેવે સુખદ અનુભવ કરવા લાગ્યા.
પછી શરૂ થયું વ્યાખ્યાન. વિષય હતે મૈત્રી આદિ ચાર ભાવનાઓને.
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org