________________
શ્રી નેમિ સૌરભ
ચાલ્યા જાય છે.” આવા ભાવભર્યા પ્રવચને પૂજ્યશ્રીનાં નિત્ય થતાં, યાત્રિમાં ઉત્સાહનું પુર ઉભરાતું જતું હતું. - પૂજ્યશ્રીની પુણ્ય-નિશ્રાથી પિરસવ તે શ્રી સંઘ એક પછી એક મુકામે વટાવતે શ્રીસંઘ સુખરૂપ ચાલ્યો. અને શ્રી ગિરનારજીના ઉરંગ શિખરે બિરાજતા શ્રી નેમિનાથ પ્રભુજીને ભાવપુર્વક ભેટ. દિલ ખોલીને ભકિત કરી.
શ્રી સંઘવજી તથા સંઘના યાત્રિકો વિગેરે તરફથી માર્ગમાં આવતા ગામમાં જૈન દેરાસર, ઉપાશ્રય વિગેરે સાતે ક્ષેત્રમાં અરિથર લક્ષ્મીને શુભ કાર્યોમાં વાપરી રિથર કરતા એટલે (યથાશક્તિ પ્રમાણે વાપરતા દરેક ગામોમાં - દીન-દુખિયાને તિજન, વસ્ત્ર, પશુ-પક્ષીઓને ચણ-ચારે પણને અને પરબડ વિગેરેને પ્રબંધ કરતા કરતા અનુક્રમે શ્રી સિદ્ધાચળજી તરફ પ્રયાણ કર્યું. તળેટીમાં પહેાંચીને સહુએ હર્ષના અશ વડે ગિરિરાજના ચરણ પખાળ્યા. ભાવવાહી સ્વરે ભાવભય સ્તવને ગાયા. અને જયણા પૂર્વક ઉપર ચઢીને ભાવથી શ્રી આદીશ્વર દાદાના દર્શન અને પર્શન કરી સહુ પાવન થયા. સંઘપતિ શ્રી સૌભાગ્યચંદભાઈ પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે “તીર્થમાળ” પહેરી અને સંઘમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો. સહુ યાત્રિકો એ ઈચ્છાનુસાર શ્રી સિદ્ધગિરિની યાત્રા કરીને પિતાપિતાને સ્થાને પહોંચ્યા.
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org