________________
શ્રી નેમિ સૌરભ
ટોકરશીભાઈ સમજી ગયા. કેટમાંથી અરજી પાછી ખેંચી લીધી અને પિતાના ભાઈની ભાગવતી દીક્ષા નિમિત્તે ભાવ પૂર્વક સુંદર અઠ્ઠાઈ મહેસવ કર્યો.
શુભ મુહૂર્ત ચતુવિધ શ્રી સંઘની હાજરીમાં ઉલ્લાસ મય વાતાવરણ વચ્ચે પૂજ્યશ્રીએ શ્રી ડાહ્યાભાઈને ભાગવતી દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી સુમતિવિજયજી રાખ્યું અને પિતાના શિષ્ય તરીકે સ્થાપ્યા. - પૂજ્યશ્રીએ આ એક મહાન કાર્યને પૂરું કર્યું, ત્યાં બીજા મહાન કાર્યની વાત લઈ શેઠ સૌભાગ્યચંદ કપુરચંદ પૂજ્યશ્રી પાસે આવ્યા અને વંદન કરી અને બોલ્યા : “કૃપાળ ! આપના ઉપદેશથી પ્રેરાઈને મારે હૈયામાં શ્રી સિદ્ધાચળજી મહાતીર્થ અને શ્રી ગિરનારજી તીર્થને છરી પાળતે સંઘ કાઢવાની ભાવના જાગી છે અને સંઘ આપશ્રીની પુણ્ય નિશ્રામાં જ કાઢવો છે તે મારી વિનંતી
સ્વીકારીને ઉપકૃત કરો. - ભાવિક ભકતના ઉમળકાને આવકારીને પૂજ્યશ્રીએ વિનંતિ સ્વીકારી.
એક શાસનનિષ્ઠ મુનિ ભગવંત ધર્મની પ્રભાવનાનું મંગળમય વાતાવરણ કેવી રીતે સજે છે, તે શ્રી જામનગરમાં થયેલા આ સરકાયે બરાબર પ્રસ્તુત કરે છે.
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org