________________
શ્રી નેમિ સૌરભ આવી અનુપમ શાસન નિષ્ઠામાંથી પ્રેરણા લેતા તેમજ ગુરુમહારાજની સેવામાં પૂરતે ઉત્સાહ દાખવતા. વૈયાવચ્ચ ગુણ પણ તેઓશ્રીમાં બહુ જ સારો હતે.
આમ શાસ્ત્રાભ્યાસ, જિનભક્તિ, ગુરૂસેવા, ક્રિયા તત્પર, તપ વગેરે કરતે પુજ્યશ્રીએ સં. ૧૯૪૭નું ચાતુર્માસ પણ ભાવનગરમાં વીતાવ્યું.
આજે મને આ અગવડ છે. આટલી સગવડ મળે. તે હું સારી રીતે અભ્યાસ કરી શકું. એવી તુચ્છ વાતેમાં સમય બગડયા સિવાય દિન-રાત શ્રેષ્ઠ પ્રકારની આરાધના કરતા, મુનિરાજ શ્રી નેમવિજયજીના સંસર્ગમાં આવનારા સહ ઉપર, સમય ઉત્તમ ધર્મની આરાધના માટે છે, એ ઊંડી છાપ પડવા લાગી.
પરમપુજય તપાગચ્છાધિરાજ ગણિવર શ્રીમૂલચંદજી મહારાજના મુનિશ્રી દાનવિજયજી મહારાજ નામના એક શિષ્ય હતા. તેઓ પંજાબના હતા. વ્યાકરણ અને ન્યાય શાસ્ત્રના અજોડ વિદ્વાન હતા. વ્યુત્પતિવાદ જેવા આકાર ગ્રંથે તે તેમને કંઠસ્થ જેવા હતા. તેમણે કચ્છમાં વિચરીને અનેક સ્થાનકવાસી સાધુઓને પ્રતીમાજીની શ્રદ્ધાવાલા બનાવ્યા હતા. સંવેગી માર્ગમાં અનુરાગી બનાવ્યા હતા.
- તેઓશ્રી સં. ૧૯૪૬માં ભાવનગર પધાર્યા. એકાએક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org