________________
શ્રી નેમિ સૌરભ શ્રી ત્રિભોવનદાસને આખો બતાવી સારી રીતે આંખે તપાસીને ડોકટરે જણાવ્યું કે, “ઓપરેશન કરવું પડશે.” પૂજ્યશ્રીએ ઓપરેશન કરાવવાની ના પાડી, “ના” એટલા માટે કહી કે, જરૂરી નિર્દોષ ઉપચારથી શરીર પાસેથી જરૂર સેવા મળી રહે છે, એ ગુરૂવચન તેઓશ્રીના હૃદયમાં કેતરાઈ ગયું હતું. - શ્રી ગિરનાર મહાતીર્થાધિપતિ શ્રી નેમિનાથ દાદાની ભાવથી ભકિત કરીને તેઓશ્રીએ મનમાં ભાવના ભાવી. “હે નાથ ! આપ મારી “નેમ” બનજો આપશ્રીની આજ્ઞા મારી “નેમ” હશે.”
તેઓશ્રીની ચાલ વાકછટા, વિદ્રતા ગંભીરતા અને સરચારિત્રના પ્રભાવથી તેઓશ્રી જયાં જ્યાં જતા ત્યાં સ્વાભાવિક સત્કાર પામતા, વગર જાહેરાત માટે સમુદાય તેઓશ્રીને સાંભળવા એકઠા થઈ જતે. . - સુખરૂપ તીર્થયાત્રા કરીને વંથલી, વેરાવળ વગેરે સ્થળોએ વિચરતા અનુક્રમે તેઓશ્રી જામનગર પધાર્યા.
સૂર્યના આગમન પૂર્વે ઉષા તેની છડી પોકારે છે. આવું જ કઈ જ વિલક્ષણ વાતાવરણ ધર્મ મહાસત્તા મહાસંતના આગમન પૂર્વ સજે છે.
એટલે પૂજ્યશ્રીએ જામનગરમાં પગલાં કર્યા. તે પૂર્વે જ ત્યાંના શ્રી સંઘને તેઓશ્રીના ભવ્ય સામૈયા સત્કાર
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org