________________
શ્રી નેમિ સૌરભ પૂજયશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. પૂજશ્રીએ તેઓશ્રીને ધર્મલાભ આપીને અનેકાન્તવાદને જૈન ધર્મને અદ્ભુત મહિમા સમજાવ્યું.
કેને શું પીરસવું અને શું ન પીરસવું તેની અજબ કેઠા સૂઝ પૂજયશ્રી માં હતી એટલે તેઓશ્રી પાસે આવનાર ભાગ્યે જ નિરાશ થઈને પાછા ફરતે આવનાર ગમે તે આશયપુર્વક આવે પણ સત્ય ધર્મના બોધ વડે તેનું મન મીઠું કરાવવાની અપાર કરૂ તેઓશ્રી દાખવતા હતા.
આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ અનેક આગમશાસ્ત્રોનું તલસ્પર્શી અવગાહન કર્યું. પરમ પૂજ્ય આચાર્ય શ્રી શ્રી વિજયાનંદ સુરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીને વાંચવા માટે “શ્રી આવશ્યક સૂત્રનસટીક (૨૨ હજારી) ની હસ્તલિખિત પ્રત મે કલાવી તે તેઓશ્રી સંપૂર્ણ વાંચી ગયા અને તેની નકલ પણ સુંદર કરાવી લીધી.
બીજાં ઉપયોગી અનેક આગમ ગ્રંથે લહીયા પાસે લખાવી લીધા. શા. એ ભાગ્યચંદ કપુરચંદ આદિગૃહસ્થાએ એ આગમ લખાવવાને સારો લાભ લીધે હતે.
જામનગર પૂજયશ્રીના ઉપદેશામૃતને ઝીલવામાં શૂરું નીવડયું.
રેજ વ્યાખ્યાનમાં ભાવિકેની ઠઠ જામે. સહુ
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org