________________
શ્રી નેમિ સૌરભ શાન્તિ, શિસ્ત, અને આદરપૂર્વક પૂજ્યશ્રીને સાંભળે વ્યાખ્યાનની શૈલી પણ સહુને ગમે અને તત્વની અદ્ભુત વાતો પણ સહુને ગમે.
પૂર્વ પુરુષેના પગલે પૂજ્યશ્રી પણ વ્યાખ્યાનની શરૂઆત કરતા. તેમાં શ્રી જિનાજ્ઞાને કેન્દ્રમાં રાખતા પછી કયારેક અહિંસાની અમરવેલનાં પ્રભાવ રજુ કરતા. કયારેક દાનની નિર્મળ ગંગાના પ્રવાહની ઉપકારતા સમજાવતા. કયારેક તપના તેજની તાકાત ઉપર બોધ આપતા બધા વ્યાખ્યાનમાં શીલની શાશ્વત સુવાસને એવી રીતે વણી લેતા કે તાએ મુગ્ધ બની જતા તેમના કંઠમાં કાઠિયાવાડના પર્વતની દઢતા રહેતી. વાણીમાં સરિતાની પવિત્રતા અને તાલબદ્વતા.
આથી જામનગરના શ્રી સંઘમાં એક એવી હવા બંધાઈ ગઈ કે, “વ્યાખ્યાન તે ભાઈ શ્રી નેમવિજયજી મહારાજ સાહેબનું! પાટ પર બિરાજીને બોલવા માંડે છે એટલે એમ જ લાગે છે કે કલિકાલ સર્વજ્ઞના સગા ભાઈ. અને ઉપદેશમાં નિમાયતાને દેશવટે આપવાની જે વાત તેઓશ્રી જે ખુમારી સાથે રજુ કરે છે તેનાથી તે અમારા રૂંવાડા ઊભા થઈ જાય છે.
જેવી વેધક પૂજયશ્રીની વાણી હતી. તેવું જ પારદર્શક તેઓશ્રીનું ચારિત્ર હતું. એટલે શ્રેતાઓ પર
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org