________________
શ્રી નેમિ સૌરભ બીમાર પડયા. ત્યાં પૂજય મુનિશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજના વિનયી શિષ્યની ઉત્તમ વેચાવથી તેઓશ્રીની તબીયત તરત સ્વસ્થ થઈ ગઈ.
તે વખતે પૂજય મુનિ શ્રી દાનવિજયજી મહારાજના મન ઉપર આપણું ચરિત્રનાયકશ્રીની બુદ્ધિ-પ્રતિભાની સુંદર છાપ પડી હતી.
તેથી તેમને વિચાર આવ્યો કે “પૂર્વાચાર્યોએ રચેલા - ન્યાય, વ્યાકરણ-વિષયક મહાન ગ્રંથને અભ્યાસ કરવામાં - સાધુઓને જે અગવડ પડે છે તેનું નિવારણ કરવું
જઈએ.” આ વિચાર તેમને પૂજય શ્રી વૃદ્ધિચંદ્રજી મહા. રાજને જણાવ્યું. તેઓશ્રીએ તેનું સમર્થન કર્યું. તમારી વાત બહુ સારૂ સારી છે.
સત્પુરૂષોના વિચારની પાછળ શુભ નિષ્ઠાનું પવિત્ર બળ કામ કરતું હોય છે. એટલે તેમના વિચારને અ૯૫ કાળમાંજ મૂર્ત સ્વરૂપ આપનાર નિમિત્તને એગ થઈ જાય છે.
અહીં પણ એમજ બન્યું. પૂ. શ્રી દાનવિજયજી મ.ને “જૈન સંસ્કૃત પાઠશાળા” સ્થાપવાનો વિચાર આવે તે પછી તરતજ મુર્શિદાબાદના ધર્મનિષ્ઠ, ધનપતિ બાબુ બુધિસિંહજી શ્રી સિધ્ધાચલ મહાતીર્થની યાત્રા કરીને ભાવનગર આવ્યા. તે વખતે પૂજ્ય મુનિશ્રી દાનવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org