________________
શ્રી નેમિ સૌરભ
આંસુ થીજી ગયા, પગમાંથી જોર હટી ગયુ. ઉપાશ્રયના એક ખુણામાં બેસીને વાપાત કરવા લાગ્યા. કાઈ તેઓશ્રીને આશ્વાસન આપવાની હિંમત ન કરી શકયું.
સાગરમાં આગ લાગતી નથી પણ જ્યારે લાગે છે, ત્યારે પ્રલયંકર નીવડે છે, નવયુગની જરૂમદાત્રી નીવડે છે. તેમ પૂજયશ્રીના હૃદયસાગરમાં જન્મેલી આ ઉદાસીનતામાંથી ત્રિભુવન હ્યૂમર શ્રી જિનશાસનની ઉત્કૃષ્ટ સેવા ભક્તિ અને પ્રભાવના કરવાના દૃઢ નિર્ધાર રૂપ ઉષા પ્રગટી.
મહાન્ આત્માની એ એક ખાસ નિશાની છે કે, જે નિમિત્ત સંસારીઆને પછાડીને તેમની પીઠ પર સવાર બની જાય છે, તે જ નિમિત્તના પીઠ પર સવારી કરીને તેઓ મેાક્ષ માગની આરાધનામાં આગળ વધે છે. પિતાના અપમૃત્યુના નિમિત્તે દુનિયાને શ્રી સ્થૂલિભદ્રજી આપ્યા તેમ પેાતાના અસીમ ઉપકારી પુજ્ય ગુરૂદેવના વિરહની વ્યથારૂપ નિમિત્તે દુનિયાને સૂરિસમ્રાટ આપ્યા,
વિ. સ. ૧૯૪૯નું ચાતુર્માસ પૂજય મુનિરાજ શ્રી દાનવિજયજી મહારાજની નિશ્રામાંજ યુ”. આ ચામાસામાં આપણા ચરિત્રનાયક શ્રી સતત અયયન અધ્યાપન કાર્યમાં તત્પર રહેવા છતાંય તેઓશ્રી દશતિથિ ઉપવાસ કરત્તા. જ્ઞાનાભ્યાસ છતાં તપની લગની કેવી ?
Jain Education International
૯૮
For Private & Personal Use Only
www.jainelibrary.org