________________
શ્રી નેમિ સૌરભ પાઠશાળા શરૂ થઈ એટલે પૂજય મુનિ શ્રી દાનવિજયજી મહારાજને આપણું ચરિત્રનાયકશ્રી યાદ આવ્યા. શાસ્ત્રાભ્યાસની તેમની ધગશ યાદ આવી. એટલે તેમને ભાવનગર ખાતે બિરાજતા પૂ.શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજને પત્ર લખ્યો. તથા શ્રાવક દ્વારા વિનંતી કરી કે, “મુનિ નેમવિજયજીને અત્રે ભણવા માટે મેકલવાની કૃપા કરે.”
પૂ ગુરૂદેવ પણ લાભાલાભને વિચાર કરીને પોતાના વિનયી શિષ્યને પાલીતાણું ભણવા જવા માટે રાજી થઈને આજ્ઞા આપી.
આપણા ચરિત્રનાયકશ્રીને આગળ અભ્યાસ કરવાને અદમ્ય ઉત્સાહ હોવા છતાં પૂ. ગુરુદેવને આ સ્થિતિમાં છોડીને ભણવા જવાને ઉત્સાહ ન જાગ્યું. તેમનું મન વાંચીને પૂજ્ય ગુરૂદેવ બેલ્યા : “નેમ! કાળ કાળનું કામ કરે છે, તેમ આપણે આપણું કામ કરવું જોઈએ.”
ગુરૂદેવના વચનને કહેવાને મર્મ ઝીલીને પૂજ્યશ્રીએ પાલીતાણા તરફ વિહાર કર્યો પિોતે પાલીતાણું પહોંચ્યા અને અભ્યાસમાં લાગી ગયા. અહીં ભાવનગરમાં છેડા દિવસે પછી પૂજય ગુરુદેવની માંદગી વધતી ગઈ.
ભાવનગરને સકળ સંઘ ખડે પગે પૂજ્ય ગુરૂદેવની સેવા કરવા લાગે. શ્રેષ્ઠ બૌઘના શ્રેષ્ઠ ઉપચાર કરવા છતાં પૂજય ગુરુદેવની તબીયત ઉત્તરોત્તર કથળવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org