________________
શ્રી નેમિ સૌરભ
કિરણ પાંચમું વિદ્યા ભૂખ્યા શ્રી નેમચંદભાઈ
શ્રી લક્ષ્મીચંદભાઈના ઘરમાં ઉમંગ ઉમંગ છવાઈ ગ. શ્રી દિવાળીબેનના હર્ષને પાર નથી. - શુભ દિવસે સગાં–નેહીઓને બોલાવીને શ્રી લક્ષમીચંદભાઈએ પિતાના પુત્ર રત્નની જન્મરાશિ. વૃશ્ચિક રાશિ અનુસાર. તેનું નામ “નેમચંદ પાડયું.
કેટલીક વાર નામ પણ ભાવિ શુભને સૂચવનાર નીવડે છે એવું જ શુભ ભાવિ સૂચક આ “નેમચંદ નામ પણ છે પરમાત્મા ચન્દ્રને ભેટવાની શ્રેષ્ઠ નેમ આ સૂચવે છે.
માતાના વાત્સલ્ય અને પિતાના સંસ્કાર ઉભય વડે બાળ નેમચંદના સ્થળ અને સૂક્ષ્મ જીવનનું ઘડતર થવા માંડયું.
વાતે વાતે કજીઆ કરવાને કે ઘરમાં ઢળ-ફેડ કરવાને કુસંસ્કાર બાળ નેમચંદમાં હતો નહિ. તેથી ઘરમાં સર્વને અખૂટ વહાલના અધિકારી બન્યો હતે. ' શ્રી નેમચંદભાઈને પ્રભુદાસભાઈ તથા બાલચંદ ભાઈ નામે બે ભાઈઓ તથા બકબેન, સંતકબેન અને મહુએન એ ત્રણ બહેને હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org